વિન્ડિઝની ટી-20 અને વન-ડે ટીમના સુકાની તરીકે પોલાર્ડ

વિન્ડિઝની ટી-20 અને વન-ડે ટીમના સુકાની તરીકે પોલાર્ડ
પોર્ટ ઓફ સ્પેન, તા.10: કાયરન પોલાર્ડને વેસ્ટ ઇન્ડિઝની વનડે અને ટી-20 ટીમના કેપ્ટન તરીકે નિયુકત કરાયો છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝના પ્રમુખ રિકી ક્રિરેટે આ જાહેરાત કરી હતી. પોલાર્ડ છેલ્લે ઓકટોબર-2016માં પાકિસ્તાન સામે વનડે રમ્યો હતો. પોલાર્ડે વનડેમાં જેસન હોલ્ડર અને ટી-20માં કાર્લોસ બ્રેથવેટને સુકાની તરીકે રિપ્લેસ કર્યા છે. હોલ્ડર ટેસ્ટ ટીમના કપ્તાન તરીકે ચાલુ રહેશે.
સુકાની તરીકે પોલાર્ડ સૌથી પહેલા નવેમ્બરમાં અફઘાનિસ્તાન સામે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની સીરિઝ રમશે. આ સીરિઝ ભારતમાં રમાવવાની છે. 
પોલાર્ડે કહ્યું કે, ``હું આખી દુનિયામાં ફ્રેન્ચાઇઝ ક્રિકેટ રમ્યો છું અને તે અનુભવનો ઉપયોગ વેસ્ટ ઇન્ડિઝની કપ્તાની કરવામાં થશે. ``કેપ્ટન તરીકે ટૂંકા ગાળામાં, તાત્કાલિક લક્ષ્ય ટી-20 વર્લ્ડ કપનું ટાઇટલ ડિફેન્ડ કરવાનો છે.
હું ઇચ્છુ છું કે ટીમમાં સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓની પસંદગી થાય.
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer