માંસ-માછલીનાં વેચાણ માટે ગાળા બાંધવાના

 ઈનકાર બદલ જૈન કૉન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે
 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 : જૈન હોવાથી માછલી અને માંસ વેચવાના ગાળા બાંધીશ નહીં એવુ કારણ દેખાડનારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મુંબઈ પાલિકાએ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આમ જૈન હોવાને કારણે માસાંહારમાં પરોક્ષરીતે પણ નહીં સંકળાવાની બાબત કોન્ટ્રાક્ટરને માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ચેમ્બુરમાં વીએન પુરવ માર્ગ ઉપર ભાઉરાવ ચેમ્બુરકર માર્કેટની હાલત બિસ્માર છે. તેનુ બાંધકામ કરવાની જરૂર છે. તેના માટે માર્કેટમાં વિસ્થાપિત ગાળાધારકો માટે તે પ્લોટ ઉપર જ ટ્રાન્ઝિસ્ટ કૅમ્પ (સંક્રમણ શિબિર) બાંધવામાં આવશે. તેના માટે પાલિકાએ પ્રક્રિયા શરૂ કરી હતી. સંક્રમણ શિબિર બાંધવાનો પ્રસ્તાવ વાસ્તુશાત્રજ્ઞને આપવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અનુસાર સંક્રમણ શિબિરનો નકશો અને પ્લાન પાલિકાના બિલ્ડિંગ પ્રયોઝલ ડિપાર્ટમેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. તેના કામ માટે પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. તેને બે કોન્ટ્રાક્ટરોએ પ્રતિસાદ આપ્યો હતો. તેમાં એક કોન્ટ્રાક્ટરએ આઠ ટકા ઓછા દરે કામ કરવાની તૈયારી દેખાડી હતી. જોકે તેમણે માંસ અને માછલીના વેચાણ માટે પતરાના શેટ બાંધવાનો ઈનકાર ર્ક્યો છે. તેથી હવે આ કોન્ટ્રાક્ટરની ડિપોઝિટની રકમ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને તેને કાળી યાદીમાં પણ મૂકવામાં આવી શકે છે.
Published on: Wed, 11 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer