ફોર્ટની મદન મોહન લાલજીની હવેલીમાં ભાગવત કથા

દુ:ખનું કારણ અજ્ઞાન : કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડયા
મુંબઈ, તા. 10 : ફોર્ટની મંગેશ શેણોય સ્ટ્રીટમાં આવેલી શ્રી મદન મોહન લાલજીની હવેલીમાં શ્રી ચંદાબેટીજી મહારાજ મદન મોહનજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે કથાકાર પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડયાએ શ્રી નૃસિંહ પ્રાગટયની કથા કહી હતી. ભૂપેન્દ્રભાઈએ ભૂમિકા બાંધતા કહ્યું હતું કે ભાગવત શ્રવણના અધિકારી પરીક્ષિત છે.  બાદમાં `ભીષ્મ સ્તુતિ' જ્ઞાનતીત, બુદ્ધિ વગેરેની પૂર્ણ સમજ આપી. મનુષ્યનું કર્તવ્ય, કળિયુગ શું છે? ધર્મ શું છે? પરમાત્માનો સાક્ષાત્કાર કરીને અનુભૂતિ કરીએ ત્યારે કણ કણમાં ઈશ્વર છે, તે સમજાય છે. તેની સમજ આપી હિરણ્યકશીપુ તેમ જ પ્રહલાદના વાર્તાલાપથી આ વાત સમજાવી હતી.
શ્રી ભાગવતમાં અઠાર હજાર શ્લોક, 12 સ્કંધ, પાંચ લાખ 76 હજાર શબ્દ, 335 અધ્યાય છે. શ્રીમદ ભાગવત-ભગવાન- વ્યાસજી-નારાયણ-બ્રહ્માજી. સનતકુમાર-નારદજી-સૂતમુનિ અને છેવટે શુકદેવજીએ પરીક્ષિત આગળ ભાગવત કહ્યું. હિરણ્યકશીપુનું મૃત્યુ ઘરની અંદર કે બહાર, દિવસે કે રાતે, પૃથ્વી કે જાળમાં, મનુષ્ય કે પ્રાણી એમાં નહોતું થવાનું તો કેવી રીતે થયું, થાંભલામાંથી પ્રગટ થઈને નૃસિંહ અવતાર થયો તે બતાવ્યું અને છેવટે પ્રહલાદે કઈ રીતે મનાવ્યા અને અંતે કુળનો ઉદ્ધાર કર્યો તે બતાવ્યું છે.
ભૂપેન્દ્રભાઈએ ભાગવતનો સાર બતાડતાં કહ્યું હતું કે જીવનમાં દુ:ખ છે. દુ:ખનું કારણ જાણીએ તો દુ:ખ દૂર કરી શકાય છે. દુ:ખનું કારણ અજ્ઞાન છે. જેમ ભીષ્મે સ્તુતિ કરી પરમાત્મા પાસે. ભીષ્મ શ્રીકૃષ્ણનાં દર્શનનો લાભ લઈ શું ભેટ ધરું તે વિચારે છે. છેવટે પોતાની બુદ્ધિ પ્રભુને ધરી દેવા માગે છે. ઈશ્વર સાથેના અનુસંધાન પછી કોઈ કારણ કે દુ:ખ રહેતું નથી. 
8થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભૂપેન્દ્રભાઈ પંડયાની વાણીમાં રોજ બપોર બાદ ત્રણ વાગ્યાથી સાંજે સાડા છ વાગ્યા સુધી આ કથાનું આયોજન કરાયું છે. આવતી કાલે કથામાં કૃષ્ણજન્મ અને નંદ મહોત્સવનું આયોજન છે.
Published on: Wed, 11 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer