દુષ્પ્રચાર કરતાં કુરેશી બોલી ગયા સત્ય; કાશ્મીરને માન્યું ભારતનું રાજ્ય

જીનિવા, તા. 10 : પાકિસ્તાને જિનિવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યુએન એચઆરસી)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અંતે દુષ્પ્રચાર કરતાં-કરતાં સાચી વાત પણ મોઢામાંથી નીકળી ગઇ હતી. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો માની લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય છે.
પાકિસ્તાનની બડબડાટ ખૂલીને સામે આવી રહી છે. તે દરેક મંચ પર ભારતને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ      આજે તેને ફરી એક પછડાટ ખાવી પડી છે.
માધ્યમો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, `ભારત દુનિયાને એ દેખાડવા માગે છે કે, કાશ્મીરમાં જીવન ફરીથી સામાન્ય થઇ ગયું છે. જો આવું હોય તો ભારત પોતાનાં જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા, એનજીઓ અને સિવિલ સોસાયટીને શા માટે નથી જવા દેતા, જેથી કે ત્યાંની સ્થિતિ જોઇ શકે?'
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer