કાશ્મીર વિશે ચીન-પાકના સંયુક્ત નિવેદનને ફગાવતું ભારત

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 10 : કાશ્મીર મુદ્દા પર ચીન દ્વારા પાકિસ્તાનને સમર્થન અપાતાં ભારતે તેનો રોષભેર વિરોધ કર્યો હતો. ભારત સરકારે ચીન અને પાકિસ્તાનના કાશ્મીર મુદ્દા પર સંયુક્ત નિવેદનને મૂળથી ફગાવી દીધું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અંગે ચીન અને પાકિસ્તાનના નિવેદનને અમે ફગાવીએ છીએ. જમ્મુ-કાશ્મીર અમારો અભિનન્ન હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે, ચીનના વિદેશ મંત્રીએ તેમના તાજેતરના પાકિસ્તાન પ્રવાસ વખતે બંને દેશોએ એક સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. ચીને ફરી એક વખત કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને સમર્થન આપવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવતાં જણાવ્યું હતું કે તે કોઈ પણ એવી એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કરે છે જે ક્ષેત્રીય સ્થિતિને જટિલ બનાવી શકે છે. બંને દેશોએ એક સંયુક્ત નિવેદનમાં આમ જણાવ્યું હતું.
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer