વિક્રમ લેંડરથી હજુ સુધી ન થઈ શક્યો સંપર્ક કોશિશો જારી

વિક્રમ લેંડરથી હજુ સુધી ન થઈ શક્યો સંપર્ક કોશિશો જારી
નવી દિલ્હી, તા. 10 : અનિયોજિત રીતે ચંદ્રની સપાટી પર પહોંચેલા લેંડર વિક્રમથી ઈસરોનો સંપર્ક હજુ સુધી થઈ શક્યો નથી. ઈસરોએ આજે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે ચંદ્રયાન-ટુના ઓર્બિટરે વિક્રમની ભાળ તો મેળવી લીધી, પરંતુ તેનાથી સંપર્ક થઈ શકતો નથી. ઈસરોએ જણાવ્યું કે લેંડરથી સંપર્ક સ્થાપિત કરવાના તમામ સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ગઈકાલે એવા અહેવાલ આવ્યા હતા કે વિક્રમ ચંદ્રમાની સપાટી પર ત્રાંસું પડયું છે અને તેમાં કોઈ તૂટ-ફૂટ થઈ નથી. 

Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer