દશેરાએ ભારતને મળશે રફાલ

દશેરાએ ભારતને મળશે રફાલ
બે સપ્તાહ મોડી ડિલિવરી : રાજનાથ સિંહ ફ્રાન્સ જઈને લડાયક વિમાન મેળવશે
નવીદિલ્હી, તા.10: ફ્રાન્સની બનાવટનાં રાફેલ યુદ્ધ વિમાન ભારતની વાયુસેનામાં ટૂંકસમયમાં જ સામેલ થવા જઈ રહ્યાં છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ વિમાન મેળવવા માટે પોતે જ ફ્રાન્સ જવાના છે. આ વિમાન અગાઉ 20મી સપ્ટેમ્બરે ભારતને મળવાનાં હતાં. જો કે હવે આ તારીખને થોડી લંબાવી દેવામાં આવી છે અને તે 8મી ઓક્ટોબરે ભારતને મળી શકશે. માટે એ દિવસે રાજનાથ સિંહ વાયુસેનાની એક ટુકડી સાથે ફ્રાન્સ પહોંચશે. યોગાનુયોગ 8 ઓક્ટોબર વાયુસેના દિન છે અને સાથોસાથ તે દિવસે જ વિજયાદશમી પણ હશે. આ દિવસે ભારતીય સંસ્કૃતિમાં શત્રપૂજનની પરંપરા રહી છે ત્યારે આ દિવસે જ ભારતને આવું શક્તિશાળી શત્ર મળવાનું છે તેને પણ શુભસંકેત માનવામાં આવે છે.

Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer