ક્રિકેટ કોમેન્ટ્રી ફરી રેડિયો પર

નવી દિલ્હી, તા. 11 : એક સમયે કર્ણપ્રિય ગણાતી રેડિયો પરની ક્રિકેટ કોમેન્ટ્રી ભલે ભૂતકાળ બની ગઈ હોય પણ તેને જીવંત કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ અૉફ ઈન્ડિયા સાથે બે વર્ષના કરાર કર્યો છે.
ભારત અને દ. આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચથી રેડિયો પરની કોમેન્ટ્રી શરૂ થશે. ધરમશાળા ખાતે 15મી સપ્ટેમ્બરે આ મેચ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, સ્થાનિક ક્રિકેટ મેચોની કોમેન્ટ્રી પણ રેડિયો પરથી પ્રસારણ થશે. કરારમાં રણજી ટ્રોફી, સય્યદ મુશ્તાકઅલી ટ્રોફી અને મહિલાની ચેલેન્જર ક્રિકેટ સિરીઝનો પણ સમાવેશ થાય છે.
 

Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer