ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય છે, જેના પગલે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે, જેના પગલે વરસાદની અસર રહેશે. આજે ભરૂચ, સુરત, નવસારી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer