ગોરેગામમાં ખાટકીની ધરપકડ

મુંબઈ, તા. 11 : દારૂના નશામાં એક ખાટકીએ ગોરેગાંવ (પૂર્વ)માં તેની મટનની દુકાનમાં માંસની શોધમાં પહોંચી ગયેલી એક કૂતરીને રહેંસી નાખી હતી. તો તેના છ ગલૂડિયાં પ્રાણીના હક્ક માટે લડતી સંસ્થાને મળી આવ્યા હતા. આ અંગેની એફઆઈઆર દિન્ડોશી પોલીસ સ્ટેશને નોંધવામાં આવી હતી. આ માટેના આરોપી ઈર્શાદ કુરેશી (20 વર્ષ)ની ધરપકડ કરાઈ હતી જે પછી જામીન પર છૂટયો હતો. આ કિસ્સો પશ્ચિમ એક્સ્પ્રેસ હાઈવેની નજીક ગોરેગામ તથા મલાડની હદ પર બન્યો હતો.

Published on: Wed, 11 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer