શાળાઓની બસો માટે અલગ સ્ટોપ્સ રાખવાની વિચારણા

મુંબઈ, તા. 11 : શહેરમાં અને તેના આસપાસના વિસ્તારોમાં સ્કૂલ બસોને અલગ `સ્ટોપ્સ' ફાળવાશે, એમ સુમાહિતગાર સાધનો દ્વારા જાણવા મળે છે. આ સ્ટોપ્સ બસો, ટૅક્સી અને અૉટો રિક્ષાઓ માટે રહ્યાં છે તે સમાન ધોરણે જ હશે. વિદ્યાર્થીના વાલીઓ આ સ્ટોપ્સ પરથી તેના બાળકને લેવા-મૂકવાનું કરી શકશે.
તાજેતરમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ટ્રાન્સપોર્ટ અૉથોરિટી (એમએમઆરટીએ) તેની મિટિંગમાં આવાં 200થી વધુ સ્ટોપ્સ ઊભાં કરવાને લીલી ઝંડી આપી છે, તો રિજનલ ટ્રાન્સપોર્ટ અૉફિસર્સ (આરટીઓ) આવાં સ્ટોપ્સ માટે જગ્યાની પસંદગી કરવાનું શરૂ કરી દીધું છે.
એમએમઆરટીએ આરટીઓને એવી સૂચના પણ આપી છે કે બાળકોની સલામતીની પ્રથમ કાળજી રાખવાની અને તેઓને રસ્તા ઓળંગવાની જરૂર ન પડે તથા શાળાઓના સમયપત્રકને પણ ધ્યાનમાં 
રાખવા પડશે.
ગયા વર્ષે મુંબઈ વડી અદાલતની નાગપુર શાખાએ આપેલા આદેશને અનુસરી આ નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્ર મોટર વ્હિકલ્સ રૂલ્સ, 2011ના મુજબ સત્તાવાળાઓએ શાળાઓ સાથે સલાહમસલત કર્યા પછી શાળાના સમયપત્રકને લક્ષમાં રાખીને સ્ટોપ્સ માટેની જગ્યા નક્કી કરવાની રહેશે. વાલીઓ, શાળાઓ અને બસ અૉપરેટરો આ વિષયે તેઓનાં જે કાંઈ સૂચનો-અવલોકન હોય તે આરટીઓને લખીને મોકલવાની રહેશે, એમ અંધેરી આરટીઓના પ્રવક્તા અભય દેશપાંડેએ કહ્યું હતું.
આરટીઓ અધિકારીઓ આવી જગ્યાની યાદીઓ પાલિકાને અને ટ્રાફિક પોલીસને આપશે.

Published on: Wed, 11 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer