ગણેશ વિસર્જન : વરસાદમાં થોડી રાહત મળવાની સંભાવના

ગણેશ વિસર્જન : વરસાદમાં થોડી રાહત મળવાની સંભાવના
મુંબઈ, તા. 11 : એક તરફ જ્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે અનેક અડચણો ઊભી થાય તે સ્વાભાવિક છે. આવતી કાલે જ્યારે ગણેશોત્સવનો છેલ્લો દિવસ છે ત્યારે આ સ્થિતિમાં કંઈક રાહત અનુભવાય એવું વાતાવરણ બની રહે એવી ધારણા રખાય છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના જણાવ્યા મુજબ આજે અને આવતી કાલે મુંબઈ સહિત કોંકણ વિસ્તારમાં વરસાદના હળવાંથી સામાન્ય ઝાપટાં પડવાની ધારણા છે.
આઈએમડી, મુંબઈના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કે. એસ. હોસાલીકરના જણાવ્યા મુજબ બુધવાર અને ગુરુવાર માટેની આગાહી મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં વરસાદની પ્રવૃત્તિમાં નોંધનીય ઘટાડો રહેવાની ધારણા છે. કોંકણ વિસ્તારમાં ગુરુવારે ગણેશ વિસર્જનના દિવસે વરસાદનાં હળવાંથી ભારે ઝાપટાં પડવાની શક્યતા છે.

Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer