સિદ્ધાર્થ મલ્હોત્રાને ફિલ્મમાં ગીત ગાવું છે

સિદ્ધાર્થ મલ્હોત્રાને ફિલ્મમાં ગીત ગાવું છે
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આગામી ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવે છે. એકમાં તે બમ્બૈયા યુવક તો બીજામાં શહીદ સૈનિક બને છે. જ્યારે જબરિયા જોડીમાં તેણે બિહારી બોયની ભૂમિકા ભજવી હતી. જોકે, આટલું ઓછું હોય એમ તે રિયલ લાઇફમાં તે કાજોન શીખી રહ્યો છે. કાજોન એ મૂળ પેરુનું પર્કશન્સ વાદ્ય છે. આફ્રો-પેરુવિન અને સ્પેનિશ સંગીતક્ષેત્રમાં આ વાદ્યનો ઉપયોગ થાય છે. 
સિદ્ધાર્થે કહ્યું કે, મને કોઇએ થોડા સમય અગાઉ કાજોન ભેટમાં આપ્યું હતું અને હું તે ઓનલાઇન શીખી રહ્યો છું. મારા વર્ક શિડયુલને લીધે સમય ઓછો મળે છે છતાં હું સમય કાઢીને પણ શીખવા પ્રતિબદ્ધ છું અને ભવિષ્યમાં તેનો વિડિયો યુ ટયુબ પર મૂકીશ. 
આ ઉપરાંત સિદ્ધાર્થને ગીતો ગાવાનો શોખ છે. તેની ઇચ્છા ફિલ્મમાં ગીત ગાવાની છે. તેણે કહ્યું કે, મને ગીત ગણગણવા ગમે છે. હું કિશોર કુમારનો ચાહક છું અને તેના ગીતો ગાઉ છું. કયારેક એવી ફિલ્મ મળશે જેમાં મારા પાત્રને મારા સ્વરમાં ગીતો ગાવાના હશે તો મને આનંદ થશે. 
હવે સિદ્ધાર્થની મરજાવા ફિલ્મ રજૂ થશે. આ ફિલ્મમાં તે કસરતબાજ યુવકનું પાત્ર ભજવે છે અને તે ફિલ્મ એકશન-લવ સ્ટોરી છે. ત્યાર બાદ શેરશાહમાં તે કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર ભજવે છે જેમને પરમવીર ચક્ર મળ્યું હતું. સિદ્ધાર્થે કહ્યું કે, મારે વિવિધ પ્રકારનાં પાત્રો ભજવવાં છે અને આ દ્વારા પ્રેક્ષકો સાથે જોડાયેલા રહેવું છે.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer