બત્રાના નિવેદનને અંગત ગણાવનારા મેહતાએ કરી સ્પષ્ટતા

બત્રાના નિવેદનને અંગત ગણાવનારા મેહતાએ કરી સ્પષ્ટતા
કોમનવેલ્થના બહિષ્કાર મુદ્દે આઈઓએના મહાસચિવ રાજીવ મેહતાએ ફેરવી તોળ્યું
નવી દિલ્હી, તા. 8 : ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ)ના અધ્યક્ષ નરિન્દર બત્રાએ ગયા મહિને બેંગલુરૂમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે જો શુટિંગને 2022 રાષ્ટ્રમંડળ રમતમાં સામેલ કરવામાં ન આવે ભારત હંમેશા માટે રાષ્ટ્રમંડળ ખેલનો બહિષ્કાર કરવાનું વિચારી શકે છે. કારણ કે આ રમતોનું વૈશ્વિક સ્તરે કોઈ મહત્વ રહ્યું નથી. આ નિવેદનને આઈઓએના મહાસચિવ રાજીવ મેહતાએ બત્રાના ભાવનાત્મક નિવેદનને તેમનું અંગત મંતવ્ય ગણાવી દીધું હતું. જેને લઈને બત્રાએ મેહતા સાથે વાતચીત કરી હતી અને હવે દબાણમાં આવીને રાજીવ મેહતાએ પોતાના નિવેદન ઉપર સ્પષ્ટતા આપી છે અને બત્રાના વિરોધમા કોઈ નિવેદન ન આપ્યું હોવાનું કહ્યું છે. 
નરિન્દર બત્રા લાંબા સમયથી શુટિંગને 2022 બર્મિંઘમ રાષ્ટ્રમંડળ ખેલમાં સામેલ કરવા માટે લડાઈ લડી રહ્યા છે. પરંતુ બત્રાના નજીકના વ્યક્તિ ગણાતા મેહતાના નિવેદનમાં વિરોધાભાસ સામે આવ્યો હતો. રાજીવ મેહતાએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, હજી સુધી કોમનવેલ્થ ગેમ્સ મુદ્દે કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મામલે સમિતિની બેઠક બોલાવવામાં આવશે અને તેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. મેહતાએ વધુમાં કહ્યું હતું કે, અધ્યક્ષે બહિષ્કારની વાત કરી હોય તો પણ તેને અંગત નિવેદન ગણવુ જોઈએ. આ નિવેદન ઉપર ઘેરાયા બાદ મેહતાએ સ્પષ્ટતા કરી હતી અને કહ્યંy હતું કે, તેઓ હંમેશા આઈઓઁ અધ્યક્ષના સમર્થનમાં જ રહેશે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, તેનું જે નિવેદન સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે તેવી વાત કોઈની સાથે કરી જ નથી.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer