મની લોન્ડરિંગ ઉપર કેન્દ્ર સરકારની બાજ નજર

19 સભ્યોની પૅનલ રચી
નવી દિલ્હી, તા.8: કેન્દ્ર સરકાર નાણાની ગેરકાયદે હેરફેર અને વિદેશમાં 
ખોટા માર્ગે નાણા મોકલવાના મની લોન્ડ્રીંગ કૃત્ય ઉપર બારીકાઇથી નજર રાખી રહી છે.
સરકારે મની લોન્ડ્રીંગ સાથે જોડાયેલી પ્રવૃત્તિની તપાસ અને નજર રાખવા એક 19 સભ્યોની સમિતિની રચના કરી છે. આ પેનલમાં પાંચ સચિવ સ્તરના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પેનલમાં નાણા ખાતા અને વિદેશ ખાતાના સચિવો ઉપરાંત પાંચ એજન્સીઓ અને કેટલીય નિયામક સત્તાઓના અધિકારીઓ પણ સામેલ છે.
દેશમાં મની લોન્ડ્રીંગ સાથે જોડાયેલી પ્રવૃત્તિમાં આવેલ વેગને અંકુશમાં લેવા માટે સરકારે ઉપરોકત પેનલની રચના કરી છે. આ પેનલ વિવિધ વિભાગો વચ્ચે સમન્વયનું પણ કાર્ય કરશે.
આ ઉપરાંત આ પેનલ મની લોન્ડ્રીંગની પ્રવૃત્તિ રોકવા માટે અને આતંકવાદ માટે નાણા પુરા પાડવાના કૃત્યને  અટકાવવા સાથે જોડાયેલી નીતિને વિકાસાવવા અને લાગુ કરવાનું કાર્ય કરશે.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer