ભારત આવતા ચીનના વડા સાથે નરેન્દ્ર મોદી ચાર બેઠક યોજશે

નવી દિલ્હી, તા.8: ચીનના પ્રમુખ શી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજા અનૌપચારિક સમીટ માટે તમિલનાડુના ચૈન્નઇ એરપોર્ટ ઉપર આવશે. સવાલ એ છે કે, વડાપ્રધાન મોદી શું ઓફર કરવાનાં છે? આ સવાલ એટલા માટે મહત્વપૂર્ણ છે કે બન્ને નેતા 24 કલાકમાં ચાર બેઠક યોજશે. બન્ને નેતાઓ વચ્ચેની આ બેઠકો બંગાળની ખાડીમાં આવેલા સમુદ્ર કિનારાવાળી રિસોર્ટની લોનમાં થશે.
શી શુક્રવારે બપોરે લગભગ 1-30 વાગ્યે ચેન્નઇ આવી પહોંચશે. ત્યારબાદ 24 કલાકમાં તેમની વડાપ્રધાન મોદી સાથે મુલાકાતો થશે.
તે પછી બીજા દિવસે શનિવારે બપોરે જ શી ચિન ફિંગ ચીન જવા રવાના થઇ જશે. આ દરમિયાન બન્ને નેતાઓ એક-બીજા સાથે અંદાજે સાત કલાક સાથે વીતાવશે.
કોલકતામાં ભારતીય અને ચીની સૈન્યની વચ્ચે અથડામણ બાદ બન્ને દેશોની વચ્ચે સંબંધમાં ખાટાશ આવી ગઇ હતી. ત્યારબાદ વુદાનમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્ર પ્રમુખ શી ચિન ફિંગ વચ્ચે પ્રથમ ઔપચારિક સમીટ બેઠક યોજાઇ હતી. હવે જ્યારે બીજી સમીટ એવા માહોલમાં થઇ રહી છે કે જ્યારે ચીન જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 કાઢી નાખ્યા બાદ પાકિસ્તાનની તરફેણ કરી રહ્યું છે.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer