ભારતીય સેનાનો ખબરી નેંગરૂ બન્યો જૈશનો ખૂનખાર આતંકવાદી

ભારતીય સેનાનો ખબરી નેંગરૂ બન્યો જૈશનો ખૂનખાર આતંકવાદી
પીઓકેમાં આતંકનો પોસ્ટર બોય બનેલો આશિક ભારતમાં મોટા હુમલાની ફિરાકમાં
નવી દિલ્હી, તા. 8 : વધુ પૈસાની લાલચે આશિક અહમદ નેંગરૂને પોલીસના ખબરીમાંથી એક આતંકવાદી બનાવી નાખ્યો છે, તેવું એક સમાચાર પોર્ટલનો અહેવાલ નેંધે છે.
પુલવામાનો ટ્રક ડ્રાઇવર નેંગરૂ એક સમયે ભારતીય સેનાનો ખબરી હતો, પરંતુ પૈસાની લાલચમાં જૈશ-એ-મોહમ્મદનો ખૂંખાર આતંકવાદી બની ગયો છે.
આશિક અહમદ પાક કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો નવો પોસ્ટર બોય બન્યા પછીથી ભારતમાં મોટા આતંકી હુમલા માટે ઉતાવળો બન્યો છે.
પોતાના આકાઓ પાસેથી ઢગલાબંધ રૂપિયા મેળવ્યા પછી ટ્રક ખરીદીને તેણે શત્રોની  દાણચોરી શરૂ કરી હતી.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer