આતંકરૂપી રાવણનાં દહન માટે મળ્યું રફાલ

આતંકરૂપી રાવણનાં દહન માટે મળ્યું રફાલ
ઍરફોર્સ-ડે અને વિજયાદશમીના અનેરા સંયોગે રાજનાથ સિંહે શત્રપૂજન કરીને રફાલમાં ભરી ઉડાન
પેરિસ, તા.8: આજે એક અનેરો સંયોગ રચાયો હતો. એક તરફ દેશમાં વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી થઈ હતી તો બીજીબાજુ ભારતીય વાયુસેનાએ એરફોર્સ-ડે ઉજવ્યો હતો. આ બન્નેને સાંકળતી ત્રીજી ઘટના ફ્રાન્સમાં બની. ભારતને આજે આતંક અને દુશ્મનરૂપી રાવણો સામે વિજય સુનિશ્ચિત કરી શકે તેવું શક્તિશાળી યુદ્ધવિમાન રાફેલ મળી ગયું છે. જેનાથી ભારતીય વાયુસેના અનેકગણી વધુ તાકાતવાન બની જશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રાફેલ વિમાન મેળવવા માટે ફ્રાન્સમાં હતાં અને આજે તેમને વિમાન સોંપવામાં આવ્યા બાદ તેમણે ભારતીય પરંપરા અનુસાર તેની વિધિવત શત્રપૂજા કરીને વિજયાદશમી પણ મનાવી હતી. તેમણે રાફેલ વિમાન ઉપર ઓમકાર પણ લખ્યો હતો અને પછી તેમાં ઉડાણ પણ ભરી હતી.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer