મોદીનાં માતા હીરાબા સાથે મુલાકાત કરશે રાષ્ટ્રપતિ

અમારા પ્રતિનિધિ તરફથી      
અમદાવાદ, તા. 9 : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 12 અૉક્ટોબરના રોજ ગુજરાતની 
બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની  પણ મુલાકાત કરશે. 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 12મી અૉક્ટોબરના રોજ રાત્રે 8-30 વાગ્યે ગુજરાત આવશે, રાષ્ટ્રપતિ આગમનના દિવસે રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. બે દિવસની મુલાકાત દરમિયાન ગાંધીનગર ખાતે જ તેઓ વડા પ્રધાન મોદીના માતા હીરાબા સાથે સૌજન્ય  મુલાકાત કરશે તેમ જ કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રની પણ મુલાકાત લે તેવી શક્યતા છે.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer