વાધવા કુટુંબીઓનું બીજું વિમાન જપ્ત

મુંબઈ, તા. 9 : પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-અૉપરેટિવ બૅન્ક કૌભાંડમાં સંડોવાયેલા એફડીઆઈ લિ.ના ડાયરેક્ટર સારંગ વાધવાના અલીબાગ નજીકના આલીશાન બંગલાની જપ્તીની કાર્યવાહી ઇડીએ શરૂ કરી છે
જૂહુ કિનારે આવેલી અઢી એકરની જમીન પર 22 રૂમોના એક્સપ્રેસ બંગલાના પરિસરમાંથી ત્રણ મોંઘી કાર, ત્રણ ટેરેન મોટરબાઇક્સ, એક સ્પીડ બોટ, બે ગોલ્ફ કોર્ટ ઇડીને મળી આવ્યા છે. આ ઉપરાંત એક ખાનગી વિમાન પણ મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યું છે. પ્રથમ વિમાનની તપાસ કરતા આ બીજુ વિમાન મળી આવ્યાનું જાણવા મળે છે.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer