`ગુલિસ્તાન''ના રહેવાસીઓને હાઈ કોર્ટની રાહત

મુંબઈ, તા. 9 : પાયધુની ખાતે આવેલા ગુલિસ્તાન બિલ્ડિંગને ગેરકાયદે જાહેર કરાયા બાદ એ તોડી પાડવાનો આદેશ અપાયા બાદ ભાડુઆતોને બિલ્ડિંગ ખાલી કરવા જણાવ્યું હતું. જોકે, બૉમ્બે હાઈ કોર્ટે ગયા શુક્રવારે બિલ્ડિંગના ડિમોલિશન પર સ્ટે આપવાની સાથે ભાડુઆતો તેમના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે એ 
માટે આઠ મહિનાનો સમય 
આપ્યો હતો.
ચીફ જસ્ટિસ પ્રદીપ નંદ્રજોગ અને જસ્ટિસ ભારતી ડાંગરેની બનેલી બેન્ચે ત્યાં સુધી પાણી અને વીજ પુરવઠો ચાલુ રાખવા જણાવ્યું હતું. જોકે, એ માટે ભાડુઆતોએ આપેલ સમયગાળામાં શાંતિપૂર્વક જગ્યા ખાલી કરવાની કે સંબંધિત પિરિયડમાં જગ્યા ન વેચવા અંગેની એફિડેવિટ આપવી પડશે.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer