મસ્જિદ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવા `મસ્જિદ પરિચય'' કાર્યક્રમ

મુંબઈ, તા. 9 : મસ્જિદ વિશે એવી ભ્રામક માન્યતા છે કે એમાં હિન્દુઓને પ્રવેશ અપાતો નથી. આ સિવાય પણ મસ્જિદ વિશે અનેક ગેરમાન્યતાઓ અન્ય ધર્મીઓમાં પ્રવર્તી રહી છે. મુસ્લિમો સિવાયના સમાજમાં મસ્જિદ વિશેની ગેરમાન્યતા દૂર કરવાનું બીડું જમાત-એ-ઇસ્લામી (હિન્દ) સંસ્થાએ ઝડપ્યું છે. આ માટે સંસ્થાએ `વેલકમ ટુ મસ્જિદ પરિચય'ની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત બે-ત્રણ ડઝન બિનમુસ્લિમોને મસ્જિદમાં આમંત્રણ અપાય છે અને તેમને મસ્જિદમાં થતા કાર્યોની જાણકારી આપવામાં આવે છે.
આવો એક કાર્યક્રમ રવિવારે મીરા રોડ સ્થિત સના મસ્જિદમાં યોજાયો હતો. આ અંગે આયોજક ડૉક્ટર પરવેઝ માંડવીવાલાએ જણાવ્યું કે, મસ્જિદમાં ઉપસ્થિત હિન્દુઓને જણાવવામાં આવ્યું કે દરેક મુસ્લિમની જિંદગી મસ્જિદ ફરતે વણાયેલી છે.
બાળક જન્મે કે મસ્જિદના ઇમામ એના કાનમાં અઝાન બોલે છે તો મૃત્યુ પામ્યા બાદ અંતિમક્રિયા અગાઉ નમાઝ-એ-જનાજા અદા કરાય છે.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer