સારી શરૂઆત પછી ઢીલું શૅરબજાર

મુંબઈ, તા. 9 : શૅરબજારની આજે સવારે ચાલ અનિશ્ચિત રહી હતી. વૈશ્વિક બજારમાં ગઈકાલે અમેરિકાના તો આજે સવારે એશિયન બજારોના નબળાં અહેવાલ છતાં બજાર સુધારાના ટોને ખૂલ્યું હતું. અમેરિકા - ચીન વચ્ચેના ટ્રેડવોરનો અંત આવે એવા કોઈ સ્પષ્ટ ચિહ્નોઁ નહીં જણાતાં વૈશ્વિક બજારો નરમ હતા. ત્યારે સ્થાનિકમાં આજે સવારે શૅરબજારમાં એક તબક્કે સેન્સેક્ષ 80 પોઈન્ટ તો નિફ્ટી 20 પોઈન્ટ ઊંચો ખૂલ્યો હતો, જે આગળ ઉપર બજાર ચાલતા ઘટાડાતરફી વળતા જણાયાં હતાં. સવારે 10.05 વાગ્યે બેન્ચમાર્ક સેન્સેક્ષ 31 પોઈન્ટ ઘટી 37500ની તો નિફ્ટી 11 પોઈન્ટ ઘટી 11115ની સપાટીએ રહ્યા હતા. આઈટી શૅરોમાં વેચવાલીનું માનસ હતું. 

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer