સાનિયા મિર્ઝાની બહેનનાં અઝહરુદ્દીનના દીકરા સાથે ડિસેમ્બરમાં લગ્ન

સાનિયા મિર્ઝાની બહેનનાં અઝહરુદ્દીનના દીકરા સાથે ડિસેમ્બરમાં લગ્ન
નવી દિલ્હી, તા. 9 : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ કહ્યું કે, તેની બહેન અને ફેશન સ્ટાઇલિશ અનમ મિર્ઝાના લગ્ન ડિસેમ્બરમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના દીકરા અસદની સાથે થશે. 
સાનિયાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, `અસદ-અનમ ડિસેમ્બરમાં લગ્ન કરશે. હાલમાં અમે પેરિસમાં તેની બેચલર ટ્રિપ પૂરી કરીને પરત ફર્યા છે.
તેણે વધુ ઉમેર્યું કે, `તે ખૂબ જ પ્રેમાળ છોકરાની સાથે લગ્ન કરી રહી છે, તેનું નામ અસદ છે અને તે મોહમ્મદ અઝહરુદ્દીનનો દીકરો છે અને અમે આ સંબંધોને લઇને ઉત્સાહિત છીએ.
સપ્ટેમ્બરમાં અનમે સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કરીને `બ્રાઇડ ટુ બી' લખ્યું હતું. અસદ પણ અવારનવાર પોસ્ટ કરતો જોવા મળ્યો છે. તેણે થોડા સમય પહેલા બંને બહેનો સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, વિથ ટુ ગોરજીયસ લેડી. અસદ ક્રિકેટમાં તેના પિતા જેવી સફળતા મેળવી શક્યો નથી. તે હાલમાં ગોવાની રણજી ટીમ માટે રમે છે. 

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer