એનસીડેક્સમાં મકાઈમાં નીચલી સર્કિટ જ્યારે એરંડામાં બેવડી સર્કિટ

એનસીડેક્સમાં મકાઈમાં નીચલી સર્કિટ જ્યારે એરંડામાં બેવડી સર્કિટ
સોયાબીન, ગુવારસીડ, એરંડાના વાયદામાં ઊંચા કારોબાર    
મુંબઈ, તા. 7 : એનસીડેક્સમાં આજે  મકાઈમાં નીચલી સર્કિટ જ્યારે એરંડામાં બેવડી સર્કિટ લાગી. સોયાબીન  410 કરોડ, ગુવારસીડ 389 કરોડ, એરંડા 246 કરોડના કારોબાર સાથે ટોંચ પર રહ્યા હતા.   
એરંડા, ધાણા, ગુવારસીડ, મગ, સરસવ, સોયાબીન, સોયોતેલના ભાવ વધ્યા. જવ,  ચણા, ખોળ ગુવારગમ,   જીરું,  કપાસ,  ડાંગર , હળદરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. એરંડાનાં ભાવ 4188 રૂપિયા ખૂલી 4310 રૂપિયા, ચણા 4473 રૂપિયા ખૂલી 4481 રૂપિયા,  કપાસિયા ખોળનાં ભાવ 2285 રૂપિયા ખૂલી 2267.50 રૂપિયા, ધાણા 7206 રૂપિયા ખૂલી 7212 રૂપિયા, ગુવારગમ 7967 રૂપિયા ખૂલી 7986 રૂપિયા, ગુવારસીડના ભાવ 4259.50 રૂપિયા ખૂલી  4317.50 રૂપિયા, જીરુંના ભાવ 16,525 રૂપિયા ખૂલી 16,295 રૂપિયા, કપાસના ભાવ 1088  રૂપિયા ખૂલી 1087  રૂપિયા, મગ 6920 ખૂલી રૂપિયા 6840 રૂપિયા, ડાંગર 4238 રૂપિયા ખૂલી 4256 રૂપિયા, સરસવ 4238 રૂપિયા ખૂલી 4256 રૂપિયા, સોયાબીનના ભાવ 3965 રૂપિયા ખૂલી 4053 રૂપિયા, સોયાતેલ 786.60   રૂપિયા ખૂલી 793.10 રૂપિયા અને હળદરના ભાવ 6264 રૂપિયા ખૂલી 6254  રૂપિયા બંધ રહ્યા હતા.  
એરંડાનાં વાયદામાં કુલ 57,870 ટન, ચણામાં 27,180  ટન, કપાસિયા ખોળમાં 65,080 ટન, ધાણામાં 4610 ટન,  ગુવારગમમાં 25,215 ટન, ગુવારસીડમાં 90,660 ટન, જીરુંમાં 2706 ટન, કપાસનાં વાયદામાં 908 ગાડી, સરસવમાં 22,180 ટન, સોયાબીનમાં 1,01,810 ટન, સોયાતેલમાં 21,490 ટન તથા હળદરમાં 2275 ટનના કારોબાર નોંઘાયા હતા. 
એરંડામાં 246 કરોડ, ચણામાં 123 કરોડ, કપાસિયાખોળમાં 147 કરોડ, ધાણામાં 33 કરોડ, ગુવારગમમાં 204 કરોડ, ગુવાર સીડમાં 389 કરોડ, જીરામાં 45 કરોડ, કપાસમાં 20 કરોડ, સરસવમાં 94   કરોડ, સોયાબીનમાં  410 કરોડ, સોયાતેલમાં 170 કરોડ તથા હળદરનાં વાયદામા 14 કરોડ રૂપિયાનાં કારોબાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે પ્રથમ સત્રનાં કારોબારને અંતે કુલ 34145 સોદામાં કુલ 1895 કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા.Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer