ગ્લોબલ પીઈ ફંડસે રિયલ એસ્ટેટમાં 3.8 અબજ ડૉલરનું રોકાણ કર્યું

ગ્લોબલ પીઈ ફંડસે રિયલ એસ્ટેટમાં 3.8 અબજ ડૉલરનું રોકાણ કર્યું
મુંબઈ, તા. 7 : રિયલ એસ્ટેટ ઉદ્યોગ જ્યારે નાણાભીડમાં ફસાયેલો છે ત્યારે બૅન્કો અને નોન-બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓએ ઠેંગો બતાવ્યો છે ત્યારે પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) ફંડસ આ સેકટરની વહારે આવ્યા છે. તરલતાની તંગીના ઓછાયા હેઠળ પીઈ ફંડસે ભારતના રિયલ એસ્ટેટમાં પ્રથમ નવ મહિનામાં 3.8 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે, જેથી આ સેકટર માટે આશા બંધાઈ છે. આ રોકાણ 2018ના સમાન સમયગાળામાં થયેલા 3.2 અબજ ડૉલરના પીઈ રોકાણની સરખામણીએ 19 ટકા વધારો દર્શાવે છે.
આ તબક્કે આશ્ચર્યની વાત એ છે કે અન્ય ફાઈનાન્સિયર્સ જ્યારે રિયલ એસ્ટેટ સેકટરમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે તેવા સમયે પીઈ ફંડસે ચાલુ વર્ષે 95 ટકા રોકાણ ઇક્વિટી ઈન્વેસ્ટમેન્ટ તરીકે કર્યું છે. 2019માં પીઈ રોકાણકારોમાં કમર્શિયલ રિયલ એસ્ટેટનું આકર્ષણ યથાવત્ રહ્યું છે અને આ સેકટર તેમના માટે હોટ ઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ છે. આ ટ્રેન્ડ ચાલુ વર્ષના આગામી કવાર્ટસમાં પણ જળવાઈ રહે એવી શક્યતા છે. ભારતના પ્રથમ આરઈઆઈટીને સફળતાને કારણે પણ ગ્લોબલ ઈન્વેસ્ટર્સમાં ટાર્ગેટ છે. આ ટ્રેન્ડ ચાલુ વર્ષના આગામી કવાર્ટરમાં પણ જળવાઈ રહે એવી શક્યતા છે. ભારતના પ્રથમ આરઈઆઈટીની સફળતાના કારણે પણ ગ્લોબલ ઈન્વેસ્ટર્સમાં આકર્ષણ વધ્યું છે. ભારતના રોકાણકારોમાં રિયલ એસ્ટેટ સેકટરનું આકર્ષણ ઘટયું છે, પરંતુ વિદેશના રોકાણકારો પર ફરી આશા જાગી છે અને તેમણે વર્તમાન લિક્વિડિટી કટોકટીનો પણ ફાયદો લેવાની તક ઝડપી છે. વિદેશી રોકાણકારોએ નવ મહિનામાં 3.8 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. તેમાંથી 50 ટકા જેટલું રોકાણ તો છેલ્લા કવાર્ટરમાં થયું છે. કુલ રોકાણમાંથી 3.6 અબજ ડૉલર તો ઇક્વિટી ફંડિંગ પેટે તો બાકીનું પાંચ ટકા રોકાણ સ્ટ્રકચર્ડ ડેટ મારફતે થયું છે. ટોચના રોકાણકારોમાં બ્લેકસ્ટોન, બ્રુકલૂકડ વગેરેનો સમાવેશ થાય છે.
ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે અત્યારે જે ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે તેના કારણે નજીકના ગાળે તો ઘણી અડચણો છે, પરંતુ લાંબા ગાળે તેમાંથી સારું વળતર મળી શકશે, એમ એક રિયલ એસ્ટેટ ટૅક્સ લીડરે જણાવ્યું હતું.

Published on: Fri, 08 Nov 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer