ઈન્ફોસિસે ફરિયાદોની તપાસ માટે પીડબ્લ્યુસીની નિમણૂક કરી

ઈન્ફોસિસે  ફરિયાદોની તપાસ માટે પીડબ્લ્યુસીની નિમણૂક કરી
મુંબઈ, તા. 7 : ઈન્ફોસિસે વ્હીસલ-બ્લોઅરે કરેલી ફરિયાદની તપાસ માટે પીડબલ્યુસીની નિમણૂક કરી છે, એવું જાણકાર સૂત્રએ કહ્યું હતું. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સલીલ પારેખ અને ફાઈનાન્સ ચીફ નિલાંજન રોય સામે નાણાકીય ગેરરીતિની ફરિયાદો થઈ હતી.
ફરિયાદોની કાનૂની તપાસ કરવા માટે ઈન્ફોસિસે આ અગાઉ લૉ ફર્મ શાર્દૂલ અમરચંદ મંગલદાસ (એસએએમ)ની સર્વિસ લીધી છે અને કંપનીના ઈન્ટરનલ અૉડિટર, ઈવાયને રેવેન્યુ સંબંધિત પ્રેક્ટિસની તપાસ કરવા કહ્યુ છે. કંપનીના બોર્ડે શનિવારે અન્ય બે સામે સ્વતંત્ર તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે કંપની આક્ષેપો સામે નવા દૃષ્ટિકોણથી તપાસ કરવા માગે છે. 
સૂત્રએ કહ્યું કે પીડબલ્યુસીની તપાસમાં ઈન્ફોસિસે કેટલાક ક્લાયન્ટ્સ સાથે કરેલા કોન્ટ્રાક્ટ્સ અને તેના દ્વારા મેળવેલી આવકનો સમાવેશ હશે. તેને બે મહિનામાં અહેવાલ આપવા જણાવાયું છે. 
તેમણે કહ્યું કે, ``શરૂઆતમાં એવો મત હતો કે રોકાણકારો અને ક્લાયન્ટ્સ સહિતના મોટા ભાગના લોકોનું માનવું હતું કે આક્ષેપોમાં કોઈ દમ નથી, પણ શૅરના ભાવ અને કંપનીની પ્રતિષ્ઠા ઉપર તેની અસર જોતા બોર્ડના ઘણા સભ્યો અલગથી તપાસ કરાવવાના મતના હતા. 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer