વિચિત્ર વીણાવાદક પંડિત રમેશ પ્રેમને સમર્પિત કાર્યક્રમ `સમર્પણ''

વિચિત્ર વીણાવાદક પંડિત રમેશ પ્રેમને સમર્પિત કાર્યક્રમ `સમર્પણ''
સ્વાતંત્ર્ય વીર સાવરકર સેવા કેન્દ્ર પાર્લેએ મધુવન અને સ્વર માહુલીના સહકારમાં વિચિત્ર વીણાવાદક પંડિત રમેશ પ્રેમને સમર્પિત કાર્યક્રમ સમર્પણનું આયોજન રવિવાર, 17 નવેમ્બરે પાર્લેના સાવરકર સેવા કેન્દ્રના મેદાનમાં સાંજે 5.45 વાગ્યે કર્યું છે. આ કાર્યક્રમમાં પદમજા વિશ્વરૂપ વિચિત્ર વીણા વગાડશે જયારે પંડિત દિનકર પણશીકર ગીત ગાશે. પદમજા વિશ્વરૂપ ગ્વાલિયરમાં સંગીતના  પ્રોફેસર છે અને પંડિત દિનકર જયપુર ઘરાણાના ગાયક છે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક છે.

Published on: Fri, 08 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer