આસામનાં જંગલોમાં `લાદેન''નો આતંક : એક રાતમાં પાંચ મોત

જંગલી હાથીના હુમલાથી ચાલુ વર્ષમાં કુલ 57 જણે જીવ ખોયા : તલાશ ઝુંબેશ જારી
ગૌહાતી, તા. 7 :?ભલે ઓસામાબિન લાદેન આઠ વર્ષ પહેલાં માર્યો ગયો હોય, પરંતુ આજે પણ લાદેનનું નામ આસામમાં ભય ફેલાવે છે. આ રાજ્યના ગોલાપાર જિલ્લામાં સૌની જીભે એક જ સવાલ છે કે, `લાદેન પકડાઈ ગયો ?'
વાત જાણે એમ છે કે, `લાદેન' નામે એક જંગલી હાથીના આતંકથી માત્ર `એક રાતમાં પાંચ લોકોના મોત થઈ ચૂકયા છે.'
આ જંગલી હાથીની શોધમાં વનતંત્રના આઠ અધિકારી સાથે ટીમો કામે લાગી છે. ડ્રોનની મદદથી સતબારી જંગલોના ખૂણેખૂણો તલાશ જારી છે.
વનતંત્રના જણાવ્યાનુસાર ચાલુ વર્ષે જંગલી હાથીના હુમલામાં કુલ્લ 57 લોકો અત્યાર સુધી માર્યા ગયા છે.
અન્ય રાજ્યોની સરખામણીએ આસામમાં જંગલી હાથીના હુમલાથી જીવ ખોનાર લોકોની સંખ્યા વધુ છે.

Published on: Fri, 08 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer