ડેવિસ કપ માટે રોહિત રાજપાલ જ કૅપ્ટન : ટેનિસ મહાસંઘ

ડેવિસ કપ માટે રોહિત રાજપાલ જ કૅપ્ટન : ટેનિસ મહાસંઘ
મહેશ ભૂપતિના વાંધા સામે એઆઈટીએની સ્પષ્ટ વાત
કોલકાતા ,તા. 7 : મહેશ ભૂપતિ માનવા તૈયાર નથી કે તેને પાકિસ્તાન સામે ભારતની ડેવિસ કપ ટીમના નોન પ્લેઈંગ કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો છે. પરંતુ અખિલ ભારતીય ટેનિસ સંઘે સ્પષ્ટ કર્યું છે કે સંઘનો રોહિત રાજપાલને કેપ્ટન નિયુક્ત કરવાનો નિર્ણય યથાવત રહેશે. એઆઈટીએ મહાસચિવ હિરનમોય ચેટરજીના કહેવા પ્રમાણે પાકિસ્તાન સામેના ડેવિસ કપ મુકાબલામાં કેપ્ટનને લઈને કોઈપણ બદલાવ કરવામાં આવશે નહી. 
ચેટરજીએ કહ્યું હતું કે,  ભૂપતિનો કરાર અગાઉ જ પૂરો થયો છે અને ઈટાલી સામે ફેબ્રુઆરીમાં કોલકાતામાં રમાયેલા મેચમાં કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. વધુમાં ભૂપતિએ પાકિસ્તાન સામેના મેચમાં પોતાને ઉપલબ્ધ પણ ગણાવ્યો ન હોવાથી કેપ્ટન બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ડેવિસ કપ મુકાબલાને લઈને અન્ય વિવાદો પણ ચાલી રહ્યા છે. અગાઉ સુરક્ષાના કારણોનો હવાલો દઈને ભારતે પાકિસ્તાન જવાનો ઈનકાર કર્યો હતો અને આ કારણથી ઘણા ખેલાડીઓએ મેચ ઉપર ઉપલબ્ધ બતાવ્યા નહોતા. જેમાં ભૂપતિ ઉપર સીનિયર ખેલાડી બોપન્ના પણ સામેલ છે.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer