ક્રીતિ ખરબંદાને રિઝવવાના પ્રયાસો કરે છે પુલકિત સમ્રાટ

ક્રીતિ ખરબંદાને રિઝવવાના પ્રયાસો કરે છે પુલકિત સમ્રાટ
ફિલ્મ હાઉસફુલ -4 બોક્સ અૉફિસ પર સફળ જતા અભિનેત્રી ક્રીતિ ખરબંદા આભમાં વિહરી રહી છે. હે તેની આગામી ફિલ્મ પાગલપંતી છે. આ ફિલ્મ પણ કૉમેડી છે. ઉપરાઉપરી બે કૉમેડી ફિલ્મો કર્યા બાદ કેવું લાગે છે? એમ પૂછતાં ક્રીતિએ કહ્યું કે, કૉમેડીનો ડિપ્લોમા કોર્સ કર્યો હોય એવું લાગે છે. શૂટિંગના છેલ્લા દિવસે તો અમે સૌ ઉદાસ હતા. હું બીજી ફિલ્મના સેટ પર પહોંચી તો મને ખાલીપો લાગતો હતો. 
પાગલપંતીમાં ક્રીતિની સાથે તેનો કથિત બોયફ્રેન્ડ પુલકિત સમ્રાટ પણ છે. જોકે, ક્રીતિ તેનો બોયફ્રેન્ડ નહીં પણ સારા ફ્રેન્ડ તરીકે ઓળખાવે છે. આ બંને કલાકારો એક જ બિલ્ડિંગમાં રહે છે પરંતુ એકમેકના પરિવારજનોને મળ્યા નથી. પુલકિત વિશે વાત કરતા ક્રીતિએ કહ્યું કે, તે મને ખુશ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ હું નમતું મૂકતી નથી. શૂટિંગ ચાલતું હતું ત્યારે તે દરરોજ મારા માટે મને ગમતા ફુલો લાવતો હતો. તે પ્રેમાળ છે. તેના હાથની બનેલી કૉફી મને ભાવે છે. તે સારો કૂક પણ છે. એક દિવસ તેણે મને ડિનર માટે બોલાવી હતી અને મટન રોગન જોસ બનાવ્યું હતું. મને તો આ જાણીને નવાઇ લાગી હતી. અત્યારે તો અમે બંને અમારા જીવનમાં ખુશ છીએ અને તે વાત જ અમારા માટે મહત્ત્વની છે.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer