ક્રિકેટ ફિક્સિંગ : બેલ્લારીના બે ખેલાડીની ધરપકડ

ક્રિકેટ ફિક્સિંગ : બેલ્લારીના બે ખેલાડીની ધરપકડ
આઇપીએલ રમી ચૂકેલો ગૌતમ પણ સામેલ

બેંગલોર, તા. 7: કર્ણાટક પ્રિમિયર લીગ (કેપીએલ)માં ફિક્સિંગના મામલે બીજા બે ખેલાડીઓની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. જેના કારણે ભારે સનસનાટી મચી ગઈ છે. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લી બે સિઝનમાં થયેલી ફિક્સિંગની ઘટનામાં તપાસ કરી રહી છે. ધરપકડ કરવામાં આવેલા બે ખેલાડીઓની ફ્રેન્ચાઇસ બેલ્લારીમાંથી છે. તેમનાં નામ પર સપાટી પર આવી ચુક્યા છે. જેમાં સીએસ ગૌતમ અને અબરાર કાજી તરીકે છે. ગૌતમ ટીમના કેપ્ટન તરીકે છે. જ્યારે કાજી વિકેટકીપર બેટ્સમેન તરીકે છે. આ પહેલા આ મામલામાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ પહેલા ફ્રેન્ચાઇસ બેંગલોર બ્લાસ્ટર્સના બોલર કોચ વિનુ પ્રસાદ અને બેટ્સમેન વિશ્વનાથની 26મી ઓક્ટોબરના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. કોચ પર આરોપ છે કે તે સટ્ટાબાજો સાથે મળીને બેલગાવી પેન્થર્સની સામે રમાયેલી મેચને ફિક્સ કરી દેવામાં આવી હતી. તપાસ કરનાર પોલીસ ટીમે માહિતી આપતા કહ્યું છે કે અમે બે ખેલાડીઓની ધરપકડ કરી ચુક્યા છીએ. તેમના પર કેપીએલના ગાળા દરમિયાન મેચ ફિક્સિંગના આરોપ છે. તપાસમાં સામેલ એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે તેમને સ્લો બાટિંગ કરવા માટે 20 લાખ રૂપિયા અને અન્ય કેટલીક ચીજો આપવામાં આવી હતી. આ ઉપરાંત આ લોકોએ બેંગલોરની સામે મેચ પણ ફિક્સ કરી હતી. ઉલ્લેખનીય છે કે ધરપકડ કરવામાં આવેલા ક્રિકેટર ગૌતમ અને કાચી સ્થાનિક ટુર્નામેન્ટ ઉપરાંત આઇપીએલમાં પણ રમી ચુક્યા છે. આરોપી ગૌતમ પહેલા સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમી રહ્યો હતો. આ સિઝન માટે તે ગોવા સાથે જોડાઇ ગયો છે. બીજી બાજુ કાજી તો મિઝોરમ તરફથી રમે છે. 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer