અંડર 19 ક્વોલિફાયરમાં ભારત સાઉદી અરબ સામે ટકરાશે

અંડર 19 ક્વોલિફાયરમાં ભારત સાઉદી અરબ સામે ટકરાશે
ભારત એએફસી અંડર 19 ચેમ્પિયનશિપ 2020 ક્વોલિફાયરના બીજા મેચમાં સાઉદી અરબ સામે રમશે. ભારતને અગાઉ બુધવારે પહેલા મેચમાં ઉઝબેકિસ્તાને 2-0થી હરાવ્યું હતું. મુખ્ય કોચ ફ્લોયડ પિન્ટોએ કહ્યું હતું કે, પહેલા મેચમાં હારની આશા નહોતી પણ હવે હારનો શોક મનાવવાનો સમય નથી. પિન્ટોએ ઉમેર્યું હતું કે બીજા મેચમાં જીત માટે તમામ ખેલાડીઓએ કમર કસી છે અને કોઈપણ કસર છોડવામાં આવશે નહી. એએફસી અંડર 19 ચેમ્પિયનશ્પિ 2018 જીતનારી સાઉઆદી અરબની ટીમે પહેલા મેચમાં અફધાનિસ્તાનને હરાવ્યું હતું. 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer