કશ્યપ અને પ્રણીત ચીન ઓપનમાંથી બહાર

કશ્યપ અને પ્રણીત ચીન ઓપનમાંથી બહાર
ડેનમાર્કના ખેલાડીઓ સામે મળી હાર : ટુર્નામેન્ટમાં ભારતનો પડકાર સમાપ્ત
ફુઝોઉ, તા. 7 : ભારતીય બેડમિંટન સ્ટાર પારુપલ્લી કશ્યપ અને બી સાઈ પ્રણીત બન્ને ચાઈના ઓપન પુરૂષ સ્પર્ધાના બીજા દોરમાં બહાર થયા છે. પ્રણીતને ડેનમાર્કના એન્ડર્સ એન્ટોનસેસ સામે 20-22, 22-20, 21-16થી હારનો સામનો કરવો  પડયો હતો. આ અગાઉ કશ્યપ ડેનમાર્કના જ વિક્ટર અક્સેલસેન સામે સીધી ગેમમાં હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હતો. 
કશ્યપને સાતમા ક્રમાંકના એક્સેલસેને 43 મિનિટમાં 21-13, 21-19થી હરાવ્યો હતો. ચાલુ વર્ષે કશ્યપ બીજી વખત એક્સેલસેન સામે હાર્યો છે. ગત માર્ચ મહિનામાં ઈન્ડિયા ઓપનમાં પણ એક્સેલસેન સામે કશ્યપને હારનો સામનો કરવો પડયો હતો. પૂર્વ રાષ્ટ્રમંડળ ખેલ ચેમ્પિયન કશ્યપ ઈન્ડિયા ઓપન અને કોરિયા ઓપનના સેમીફાઈનલમાં પહોંચ્યો હતો. સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની મિશ્ર યુગલ જોડીની ચીન ઓપનની સફર પણ પૂરી થઈ છે. દક્ષિણ કોરિયાના સિયો સેયુંગ જાએ અને ચાયે યુજુંગની જોડીએ ભારતીય જોડી ઉપર 21-23, 16-21થી જીત મેળવી હતી. 

Published on: Fri, 08 Nov 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer