ભારતની મહિલા ટીમે વિન્ડિઝને વન-ડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું

ભારતની મહિલા ટીમે વિન્ડિઝને વન-ડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું
મૅચમાં સ્મૃતિ મંધાના અને જેમીમા રોડ્રિગ્ઝ છવાઈ
નોર્થ સાઉન્ડ, તા. 7 : ટીમમા વાપસી કરનારી સ્મૃતિ મંઘાના અને જેમિમા રોડ્રિગ્ઝની અર્ધસદીની મદદથી ભારતીય મહિલા ટીમે નિર્ણાયક ત્રીજા વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવીને શ્રેણી 2-1થી જીતી લીધી છે. ઈજાના કારણે પહેલા બે મેચમાં બહાર મંધાનાએ શાનદાર વાપસી કરતા 63 બોલમાં 74 રન કર્યા હતા અને રોડ્રિગ્ઝ સાથે 141 રનની ભાગીદારી કરી હતી. 
રોડ્રિગ્ઝે 92 બોલમાં 69 રન કર્યા હતા. ભારતે 195 રનનું લક્ષ્યાંક 42.1 ઓવરમાં મેળવ્યું હતું. આ અગાઉ ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝને 50 ઓવરમાં 194 રનમાં આઉટ કર્યું હતું. ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ 30 રન આપીને બે અને લેગ સ્પિનર પૂનમ યાદવે 35 રન આપીને બે
વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે સ્ટેફની ટેલરે 79 રન કર્યા હતા. જો કે બીજા છેડે સાથ મળ્યો નહોતો. એટાસી અન કિંગે 45 બોલમાં 38 રન કર્યા હતા. 

Published on: Fri, 08 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer