વડોદરાથી ભાગી ગયેલો તરુણ સિમલાની હૉટેલમાંથી મળી આવ્યો

વડોદરાથી ભાગી ગયેલો તરુણ સિમલાની હૉટેલમાંથી મળી આવ્યો
વડોદરા, તા. 7 : વડોદરા જિલ્લાના પાદરાસ્થિત તેલનો ધંધો કરતા લખપતિ વેપારીનો પુત્ર દ્વારકેશ ઠક્કર રોજની જેમ વલસાડની એન્જિનિયરિંગ કૉલેજમાં જવા નીકળ્યો હતો. જોકે, સાંજે એ પાછો ન ફરતા પોલીસને જાણ કરાઈ હતી.
જોકે, પોલીસને વડોદરા રેલવે સ્ટેશનના સીસી ટીવી ફૂટેજ અને એને સ્ટેશન પર છોડનાર રિક્ષા ડ્રાઈવરની જ ભાળ મળી.
તપાસ લગભગ બંધ કરી દેવાઈ હતી ત્યાં પોલીસને સિમલાથી એક હૉટેલ મૅનેજરનો ફોન આવ્યો. 19 વરસનો દ્વારકેશ ત્યાં વાસણ માંજવાનું કામ કરતો હતો.
ભણવામાં રસ ન હોવા છતાં પોતાની જાતને પુરવાર કરવા માગતો દ્વારકેશ સિમલા પહોંચ્યો અને એક હૉટેલમાં નોકરી માટે મળ્યો. મૅનેજરે ટીનેજરનું આઈકાર્ડ તપાસ્યું અને એના વિશે જાણવા પાદરા પોલીસ સ્ટેશને ફોન ર્ક્યો.
સિમલાથી ફોન આવતા ઈન્સ્પેક્ટર એસ. એ. કટમુટે શિમલામાં રજા માણવા ગયેલા બે કોન્સ્ટેબલનો સંપર્ક કરી દ્વારકેશની તપાસ કરવા જણાવ્યું. બંને કોસ્ટેબલ હૉટેલ પર ગયા ત્યારે એ ત્યાં ન મળ્યો, પણ બીજા દિવસે એ રસ્તાના ખૂણે સૂતેલો મળી આવ્યો હતો.
 
 

Published on: Fri, 08 Nov 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer