પાટા ઓળંગશો તો યમરાજ `ઉપાડી'' જશે

પાટા ઓળંગશો તો યમરાજ `ઉપાડી'' જશે
મુંબઈ, તા. 7 :  ટ્રેનના ઉતારુઓને રેલસુરક્ષા અને રેલવે પાટા ઓળંગવામાં રહેલા જોખમો અંગે શિક્ષિત કરવાના પ્રયાસરૂપે પશ્ચિમ રેલવેએ `યમરાજ'ને કામે લગાડયો છે. તગડી રકમનો દંડ લાદવામાં આવ્યા છતાંય રેલવે પાટા ન ઓળંગવાના નિયમનું પાલન અનેક લોકો નથી કરતા તેથી પ. રેલવેએ મુંબઈમાંના લોકોને (આવો નિયમભંગ કરવામાં) તેઓની જાન સામે રહેલા ખતરા વિશે જાગરુક કરવાની ઝુંબેશ ચલાવી છે.
પ. રેલવેના સત્તાવાળાઓએ આવા ઉતારુઓનું ધ્યાન ખેંચવા અને તેઓને આ મામલે શિક્ષિત કરવા રેલવે સુરક્ષા બળ (આરપીએફ)ના જવાનને `યમરાજ'ના વેશમાં મૂકવાનો અખતરો શરૂ કર્યો છે.
થોડી અમથી મિનિટો બચાવવા બંધ રેલ ફાટક ઓળંગવામાં અને પાટા પર કૂદવામાં રહેલા જોખમો-જે જીવલેણ નીવડી શકે છે -તે બાબત યમરાજના સ્વાંગમાં ઊભેલો આરપીએફ જવાન આવું જોખમ વહોરતા ઉતારુઓને સમજાવશે.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer