સુપ્રીમના આ પાંચ જજ આપશે અયોધ્યા કેસનો ચુકાદો

સુપ્રીમના આ પાંચ જજ આપશે અયોધ્યા કેસનો ચુકાદો
નવી દિલ્હી, તા. 7 : સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદના વિવાદ અંગે ચાલતા કેસની સુનાવણી પૂરી થઇ ગઇ છે. 
પાંચ જજોની બનેલી બેન્ચે 40 દિવસમાં આ સુનાવણી પૂરી કરી છે અને હવે આખા દેશમાં કોર્ટના ચુકાદા અંગેની વાટ જોવાઇ રહી છે. આવો જાણીએ કોણ છે એ પાંચ જજ જે આ મામલામાં ઐતિહાસિક ચુકાદો આપશે.
1. ન્યાયાધીશ રંજન ગોગોઇ?(ચીફ જસ્ટિસ ઓફ?ઇન્ડિયા-સીજેઆઇ)
* ભારતના ચીફ?જસ્ટિસ રંજન ગોગોઇ સુનાવણી કરતી બેન્ચના પ્રમુખ?છે.
* તેમનો જન્મ 18 નવેમ્બર 1954ના થયો હતો.
* તે દેશના 46મા સીજેઆઇ?છે, તેઓ 1978માં બાર કાઉન્સિલમાં જોડાયા હતા.
* તેમણે કારકિર્દીની શરૂઆત ગુવાહાટી હાઇકોર્ટથી કરી અને 2001માં જજ બન્યા.
* 2010માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં જજ બન્યા. ત્યારબાદ 23 એપ્રિલ-2012માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા.
* 3 ઓક્ટોબર-2018ના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ?બન્યા. 17 નવેમ્બર-2019 સુધીમાં આ પદ પરથી નિવૃત્ત?થશે.
* અયોધ્યા ઉપરાંત એનઆરસી, જમ્મુ-કાશ્મીર જેવા ઐતિહાસિક મામલાઓમાં સુનાવણી કરી છે.
2. ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચુડ
* 11 નવેમ્બર 1959માં જન્મેલા ન્યાયાધીશ યશવંત ચંદ્રચુડના પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ?રહી ચૂક્યા છે.
* તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને પછી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
* તેઓ દુનિયાના કેટલાય મોટા વિશ્વવિદ્યાલયમાં લેકચરર રહી ચૂક્યા છે.
* શરૂઆતના સમયગાળામાં તેમણે જુનિયર વકીલ તરીકે પણ કામ કર્યું છે.
* સુપ્રીમ કોર્ટ પહેલાં બોમ્બે હાઇકોર્ટમાં જજ અને ઇલાહાબાદ હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે.
* 13 મે 2016ના સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની નિમણૂક થઇ.
* તેઓ દેશના પહેલા એડિશનલ સોલીસીટર જનરલ છે જેમને જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોય.
* તેઓએ સબરીમાલા, સમલૈંગિકતા સહિત કેટલાય મોટા મામલાઓમાં સુનાવણી કરી છે.
3. ન્યાયાધીશ અશોક ભૂષણ
* તેમનો જન્મ 5 જુલાઇ-1956ના ઉત્તરપ્રદેશના જૌનપુરમાં થયો હતો.
* તેમણે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે.
* 1979માં ઉત્તરપ્રદેશ બાર કાઉન્સિલમાં જોડાયા.
* તેમણે અલ્હાબાદમાં વકીલાત કરી છે.
* 2001માં અલ્હાબાદ હાઇકોર્ટમાં જજ બન્યા.
* 2014માં કેરળ હાઇકોર્ટમાં જજ બન્યા અને એક વર્ષ પછી અહીં જ મુખ્ય ન્યાયાધીશ બન્યા.
* 13 મે 2016ના સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા.
4. ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીર
* તેમનો જન્મ 5 જાન્યુઆરી 1958ના કર્ણાટકના બેલુવઇ?ગામમાં થયો હતો.
* તેમણે મહાવીર કોલેજમાં બી.કોમ. કર્યું છે અને કાયદાનો અભ્યાસ મેંગ્લોરની એસ.ડી.એમ. કોલેજમાં કર્યો.
* 1983માં કર્ણાટક હાઇકોર્ટથી વકીલાતની શરૂઆત કરી અને આગળ જતાં ત્યાં જ એડિશનલ જજ અને જજ બન્યા.
* 17 ફેબ્રુઆરી 2017ના સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઇ.
* તેઓ દેશના એવા ત્રીજા જજ છે જેઓ કોઇપણ હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બન્યા વગર સુપ્રીમ કોર્ટમાં જજના પદ પર નિયુક્ત થયા હોય.
5. ન્યાયાધીશ અરવિંદ બોબડે
* તેમનો જન્મ મહારાષ્ટ્રના નાગપુરમાં 24 એપ્રિલ 1956ના થયો હતો.
* 1978માં મહારાષ્ટ્ર બાર કાઉન્સિલમાં જોડાયા.
* બોમ્બે હાઇકોર્ટ નાગપુર બેન્ચમાં લોની પ્રેક્ટિસ કરી.
* વર્ષ 2000માં બોમ્બે હાઇકોર્ટમાં એડિશનલ જજ બન્યા. એ પછી મધ્યપ્રદેશ?હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમાયા.
* 2013માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમાયા. તેઓ 23 એપ્રિલ 2021ના નિવૃત્ત થશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની નિવૃત્તિ બાદ 18મી નવેમ્બરથી શ્રી બોબડે મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે.
 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer