ભૂતપૂર્વ DGP અરવિંદ ઇનામદારનું નિધન

ભૂતપૂર્વ DGP અરવિંદ ઇનામદારનું નિધન
મુંબઈ, તા. 8 : રાજ્યના નિવૃત્ત ડાયરેકટર જનરલ અૉફ પોલીસ (ડીજીપી) અરવિંદ ઇનામદારનું હરકિસનદાસ હૉસ્પિટલમાં આજે સવારે ઉપચાર દરમિયાન નિધન થયું છે. પ્રમાણિક, ન્યાયપ્રિય અને કર્તવ્યદક્ષ અધિકારી તરીકે ઇનામદારની ખ્યાતિ હતી. તેઓ હંમેશાં પોલીસ દળની અયોગ્ય અને ખોટી બાબતોને લઈ આક્રમક રહેતા હતા. તેને લઈ તેઓ હંમેશાં ચર્ચામાં રહેતા હતા. લેખક તરીકે પણ તેઓ પ્રસિદ્ધ હતા. અલંકારિક ભાષાશૈલી અને વિનોદબુદ્ધિને લઈ તેઓ શ્રોતાઓ પર છવાઈ જતા હતા.
ઇનામદાર પોલીસ દળમાં હોવા છતાં મનથી અતિશય સંવેદનશીલ હતા. તેમનામાં માણસાઈ હતી એટલે તેમણે મૂલ્યો અને માણસાઈ સાથે ક્યારેય બાંધછોડ કરી હતી નહીં.
 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer