મુંબઈ-થાણેમાં ધોધમાર વરસાદ

મુંબઈ-થાણેમાં ધોધમાર વરસાદ
`મહા'ની મહાનગરો પર અસર
મુંબઈ, તા. 8 : મુંબઈ શહેર અને ઉપનગરમાં અનેક સ્થળે શુક્રવાર પરોઢિયેથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે. બાંદરા, ખાર, સાંતાક્રુઝ, વિલેપાર્લે, અંધેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પોરો નહીં ખાય તો મુંબઈના ટ્રાફિક પર અસર પડી શકે છે.
હવામાન વિભાગે અગાઉ અરબી સમુદ્રમાં `મહા' નામનું વાવાઝોડું નિર્માણ થયું હોવાનું જણાવ્યું હતું. એ સાથે આ વાવાઝોડાની અસર મુંબઈના કિનારાના વિસ્તારો માટે જોખમી ન હોવાનું પણ કહ્યું હતું. જોકે, વાવાઝોડાની તીવ્રતા વધતા પાલઘર, થાણે, રાયગઢ સહિત અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિની પણ આગાહી કરાઈ હતી. પરોઢિયાથી વરસાદ મુંબઈમાં હાજરી પુરાવી રહી છે. જેમ કે થાણે, કલ્યાણ, ડોંબિવલીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
દરમિયાન ધસારાના સમયે વરસાદની સાથે ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા ટ્રાન્સહાર્બર લાઈનમાં થાણે-વાશી વચ્ચેની લોકલ સેવા ઠપ થઈ હતી. તો મધ્ય રેલવેમાં માટુંગા ખાતે ટેક્નિકલ ફોલ્ટને કારણે ટ્રેનો 20-25 મિનિટ મોડી દોડી રહી હોવાથી ધસારાના સમયે નોકરિયાતોની હાલાકીમાં ઓર વધારો થયો હતો.

Published on: Fri, 08 Nov 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer