બીએસઈ-એસએમઈમાં 313 કંપનીઓ લિસ્ટેડ

બીએસઈ-એસએમઈમાં 313 કંપનીઓ લિસ્ટેડ
મુંબઈ, તા. 8 : મુંબઈ શૅરબજારના એસએમઈ પ્લેટફોર્મના 7 વર્ષના અસ્તિત્વમાં કુલ 313 એસએમઈ કંપનીઓ લિસ્ટ થઈ છે, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂા. 19000 કરોડનું છે. 2019-2020ના ચાલુ વર્ષમાં કુલ 100 એસએમઈ કંપનીઓ લિસ્ટ થવાની ધારણા છે, એમ બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટ અપ્સના વડા અજય ઠાકુરે મુંબઈમાં તાજેતરમાં યોજાયેલા અલ્ટીના એવૉર્ડસ ફંકશનમાં મુખ્ય અતિથિ તરીકે બોલતાં જણાવ્યું હતું.
ક્લીફટન ડીસિલ્વા દ્વારા સ્થપાયેલી અલ્ટીના સિક્યુરીટીઝે નેશનલ સ્ટોક એક્સચેન્જના 
મેમ્બર છે. અલ્ટીના ફાઇનાન્સ પ્રા.લિ.એ નોન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપની છે.
અલ્ટીના ગ્રુપે એસએમઈ સાહસિકોને પ્રોત્સાહન 
આપવા કુલ 18 એવૉર્ડ આપ્યા હતા. વિજેતાઓમાં મેક હોટલ્સ લિ., વી આર ફિલ્મ્સ ઍન્ડ સ્ટુડિયો લિ., ઇવાન્સ ઇલેક્ટ્રીક લિ. અને મીસક્વીતા એન્જિનિયરિંગ લિ.નો સમાવેશ થાય છે.
અલ્ટીના ગ્રુપ પ્રેરિત 4 કંપનીઓ એસએમઈ એક્સચેન્જ પર લિસ્ટ થઈ છે, જેમાં રૂા. 100 કરોડની વેલ્થનું નિર્માણ થયું છે. આગામી 12થી 18 મહિનામાં અલ્ટીના ગ્રુપની યોજના 15થી 20 કંપનીઓની વેલ્યુ અનલોક કરવાની છે.
 

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer