હું `દીવાના મસ્તાના-ટુ''માં નથી : જોન અબ્રાહમ

હું `દીવાના મસ્તાના-ટુ''માં નથી : જોન અબ્રાહમ
તાજેતરમાં એક ટીવી રિયાલિટી શોમાં આવેલા અભિનેતા અનિલ કપૂરે 1997માં રિલીઝ થયેલી ફિલ્મ દિવાના મસ્તાનાની સિકવલ બનાવવાની જાહેરાત કરી ત્યાર બાદ સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થાય છે.  જોકે, ત્યારે અનિલે એવું પણ કહ્યું હતું કે, આ વખતે ફિલ્મમાં જોન અબ્રાહમને પણ લેવામાં આવશે. નોંધનીય છે કે જોન અને અનિલ હવે પાગલપંતીમાં જોવા મળશે. દિવાના મસ્તાના -ટુ વિશે પૂછતાં અનિલે કહ્યું હતું કે, અમે તો આ ફિલ્મની જાહેરાત કરી દીધી છે. હવે જોઇએ કોણ સારી કથા લઇને આવે છે. કલાકારો તો તૈયાર છે. જો છેલ્લી ઘડીએ જોન ફિલ્મમાંથી ખસી જાય તો કહેવાય નહીં. રવિના ટંડને આ ફિલ્મમાં નાની ભૂમિકા કરી હતી અને અત્યારે પણ તે આવી ભૂમિકા કરવા ઉત્સાહિત છે. 
જોકે, જોને અનિલની વાતને રદિયો આપતા કહ્યું કે, હું દિવાના મસ્તાના-ટુની સિકવલમાં નથી. આ માટે અનિલે ગોવિંદાને મળવું જોઇએ. મને તો તે પરાણે આમાં ઘસડી રહ્યો છે. ગોવિંદા અને અનિલની જોડી સારી લાગશે.

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer