મારે મારા કામ માટે બમણું મહેનતાણું લેવું જોઈએ : તબુ

મારે મારા કામ માટે બમણું મહેનતાણું લેવું જોઈએ : તબુ
અંધાધૂન, દે દે પ્યાર દે જેવી સફળ ફિલ્મો આપનારી અભિનેત્રી તબુ હિન્દી ફિલ્મોદ્યોગ ક્ષેત્રે આવી રહેલાં બદલાવથી ખુશ છે. 
તેનું કહેવું છે કે હાલમાં જે બદલાવ આવી રહ્યો છે તેના લીધે કલાકારોને પણ ટેલેન્ટનો વિકાસ કરવાની તક મળે છે તથા તે વિકાસની ઝલક તેમના કામમાં જોવા મળે છે. 
સામાન્ય રીતે તબુ ગંભીર ફિલ્મોની અભિનેત્રી તરીકે જાણીતી છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી તે કોમેડી ફિલ્મો કરતી આવી છે અને તેમાં સફળતા મેળવી રહી છે. તબુનું કહેવું છે કે, મારે કલાકાર તરીકે જે કરવું જોઇએ તે હું કરું છું. ગંભીર ફિલ્મોમાં મારી હાજરી બંધબેસતી હતી. લોકોને ચાચી- 420, બીવી નં.વન અને હેરાફેરી જેવી ફિલ્મોની મારી ભૂમિકા યાદ છે. દરેક ફિલ્મની જરૂરિયાત અલગ અલગ હોય છે અને હું તે અનુરૂપ કામ કરવામાં માનું છું.
તો શું હવે તું બમણું મહેનતાણું લઇશ? એવા સવાલના જવાબમાં તબુએ જણાવ્યું કે, હકીકતમાં તો મારે બમણું મહેનતાણું જ લેવું જોઇએ, પરંતુ મને ખબર છે કે જે ફિલ્મમેકર મારી પાસે આવે છે તે મને મારી કાબેલિયત મુજબ મહેનતાણું આપશે જ. વળી તેઓ (ફિલ્મમેકર્સ) સમજી ગયા છે કે જે અભિનેત્રીમાં ફિલ્મને સફળ કરવાની ક્ષમતા હોય તેને વધુ જ પૈસા ચૂકવવા પડે છે. છેવટે તો આ બિઝનેસ છે એટલે દરેક નફો રળવાનો જ વિચાર કરે છે. આમ છતાં અભિનેત્રીઓ માટે હવે સારી સ્થિતિ જોવા મળે છે.

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer