વર્ષના અંતમાં પહેલા ક્રમાંકે યથાવત રહેવા એટીપી ફાઈનલ્સ રમશે જોકોવિચ અને નાડાલ

વર્ષના અંતમાં પહેલા ક્રમાંકે યથાવત રહેવા એટીપી ફાઈનલ્સ રમશે જોકોવિચ અને નાડાલ
પેરિસ, તા. 8 : નોવાક જોકોવીચ એટીપી ફાઈનલ્સમાં રોજર ફેડરરના 6 ખિતાબના રેકોર્ડની બરાબરી કરીને અને રાફેલ નાડાલને નંબર વન રેન્કિંગથી હટાવીને સત્રનો શાનદાર અંત કરી શકે છે. જર્મનીના એલેક્ઝાંડર જેવરેવે ગયા વર્ષે એટીપી ફાઈનલ્સ મુકાબલામાં જોકોવીચને હરાવ્યો હતો પણ ચાલુ વર્ષે જોકોવીચ વિજેતાના પ્રબળ દાવેદાર તરીકે શરૂઆત કરશે. જોકોવિચ અને નાડાલે મળીને ચાલુ વર્ષે ચારેય ગ્રાન્ડસ્લેમ જીત્યા છે અને નવી પેઢીને સફળતા મળવા દીધી નથી. નાડાલે અન્યારસુધી એટીપી ફાઈનલ્સનો ખિતાબ જીત્યો નથી પણ જુના પ્રતિદ્વંદ્વીને નંબર વનના સ્થાને હટાવવામાં સફળતા મેળવી હતી. ટૂર્નામેન્ટ પહેલા ઈજા નાડાલની ચિંતાનું કારણ બની શકે છે. ફેડરર, નાડાલ અને જોકોવીચને શિર્ષ ક્રમાંક આપવામાં આવ્યા છે અને 2007 બાદ પહેલી વખત એકસાથે એટીપી ફાઈનલ્સ રમશે. જો કે તેઓએ રશિયાના ડેજિલ મેદવેદેવથી સતર્ક રહેવું પડશે. મેદવેદેવે ઓગષ્ટ મહિનામાં બે માસ્ટર્સ ખિતાબ જીત્યા હતા. તેમજ નાડાલને યુએસ ઓપનના ફાઈનલમાં પાંચ સેટ સુધી સંઘર્ષ કરાવ્યો હતો. 

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer