પ્રો લીગથી અૉલિમ્પિકની તૈયારી સારી થશે : રૂપિંદર

પ્રો લીગથી અૉલિમ્પિકની તૈયારી સારી થશે : રૂપિંદર
નવી દિલ્હી, તા. 8 : ભારત જાન્યુઆરી મહિનામાં એફઆઈએચ પ્રો લીગની બીજી સીઝનમાં પદાર્પણ કરશે અને ટીમના સીનિયર ડ્રેગ ફ્લિકર રૂપિંદર પાલ સિંહના માનવા પ્રમાણે બીજી સિઝન ટોક્યો ઓલિમ્પિકની તૈયારીઓ માટે ખૂબ જ મદદરૂપ બની રહેશે. ગયા વર્ષે ટૂર્નામેન્ટના પહેલા સત્રથી બહાર રહ્યા બાદ ભારતીય પુરૂષ હોકી ટીમ એફઆઈએચ પ્રો લીગમાં પોતાના અભિયાનની શરૂઆત આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં નેધરલેન્ડ સામે કરશે. ગયા અઠવાડીયે ભુવનેશ્વરમાં ઓલિમ્પિક હોકી ક્વોલિફાયર સાથે રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરનારા રૂપિંદરે કહ્યું હતું કે, પ્રો લીગથી 2020 ઓલિમ્પિક પહેલા ભારતીય ટીમને પોતાના મજબૂત અને નબળા પાસાની જાણ થશે.  એફઆઈએચ પ્રો લીગ પોતાના પહેલા સત્રમાં ખૂબ જ સફળ રહી હતી અને આગામી વર્ષે તેમાં ભાગ લઈને ટીમ જ ખુબ ઉત્સાહિત હોવાનું રૂપિંદરે કહ્યું હતું. 

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer