ચીન ઓપન : સાત્વિક-ચિરાગની પુરુષ ડબ્લ્સની સેમિ-ફાઈનલમાં એન્ટ્રી

ચીન ઓપન : સાત્વિક-ચિરાગની પુરુષ ડબ્લ્સની સેમિ-ફાઈનલમાં એન્ટ્રી
ચીનની જ જોડીને રોમાંચક મુકાબલામાં હરાવી
ફુઝોઉ, તા. 8 : સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરૂષ યુગલ જોડીએ ચીન ઓપન બેડમિંટન ટૂર્નામેન્ટના સેમીફાઈનલમા પ્રવેશ કર્યો છે. સાત્વિક અને ચિરાગે આ જીત સાથે બીડબલ્યુએફ વિશ્વ ટૂર સુપર 750 પ્રતિયોગિતામાં ભારતની આશા જાળવી રાખી છે. સાત્વિક-ચિરાગની જોડીએ ક્વાર્ટર ફાઈનલમાં લી જુન હુઈ અને લિયુ યુ ચેની સ્થાનિક જોડીને 43 મિનિટમાં 21-19, 21-15થી હરાવી હતી. 
સાત્વિક અને ચિરાગ શનિવારના સેમીફાઈનલમાં શીર્ષ  ક્રમાંકીત ઈન્ડોનેશિયન જોડી માર્કસ ફર્નાલ્ડી ગિડિયોન અને કેવિન સંજય સુકામુલ્જો સામે ટકરાશે. વિશ્વમાં નવા નંબરની ભારતીય જોડી ગયા મહિને ફ્રેન્ચ ઓપનના ફાઈનલમાં ઈન્ડોનેશિયન જોડી સામે હારી હતી. ક્વાર્ટર ફાઈનલમાં બન્ને ટીમો વચ્ચે જોરદાર પડકાર જોવા મળ્યો હતો પણ અંતમાં સાત્વિક અને ચિરાગ ચીનના ખેલાડીઓને હરાવવામાં સફળ રહ્યા હતા.

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer