સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાંપતી નજર

નવી દિલ્હી,તા. 8: આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશ સરકાર જોરદાર રીતે સક્રિય થયેલી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. યુપીના ડીજીપી ઓપી સિંહે કહ્યું છે કે પોલીસે હજુ સુધી 1659 લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડે તો ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ રાખવામાં આવી શકે છે. દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આજે ઉત્તરપ્રદેશના ડીજીપી અને મુખ્ય સચિવને વાતચીત માટે બોલાવ્યા છે. બીજી બાજુ ડીજીપીએ કહ્યું છે કે પોલીસ ફોર્સને સાફ સંદેશા આપવામાં આવ્યા છે કે કોઇપણ કિંમતે શાંતિ રહેવી જોઇએ. છેલ્લા થોડાક દિવસમાં જ 6000 શાંતિ બેઠકો યોજવામાં આવી ચૂકી છે. 5800 ધર્મગુરૂઓ સાથે વાતચીત પણ થઇ ચૂકી છે. ડીજીપી ઓપી સિંહના કહેવા મુજબ હજુ સુધી આશરે 10000 લોકો રડાર પર છે. તેમને સીઆરપીસી હેઠળ રાખવામાં આવ્યા છે. જેના કારણે આ લોકો શાંતિ ભંગ કરી શકશે નહીં. 500થી વધારે લોકોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer