દિલ્હીમાં 11 અને 12મી નવેમ્બરના ઓડ-ઈવન લાગુ થશે નહીં : કેજરીવાલ

નવી દિલ્હી, તા.8 : દિલ્હી સરકારે ઘોષણા કરી છે કે ગુરુ નાનક દેવના 550મા પ્રકાશ ઉત્સવની ઉજવણી માટે 11 અને 12 નવેમ્બરના રોજ રાજધાનીમાં ઓડ-ઇવન લાગુ થશે નહીં. સીએમ અરાવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
ઉલ્લેખનીય છે કે રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઓડ-ઇવન સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો હતો. તેનો અમલ 04 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી કરવામાં આવ્યો છે. 
દિલ્હી સચિવાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું કે ગુરુ નાનક દેવના પ્રકાશપર્વ નિમિત્તે ઓડ-ઇવનથી છૂટ આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ તીર્થયાત્રા યોજના અંતર્ગત કરતારપુર સાહેબ જતા યાત્રાળુઓને દિલ્હી સરકાર તરફથી સહાયની પણ જાહેરાત કરી હતી.

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer