મંત્રાલય પાસે બનશે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ

મુંબઈ, તા. 8 : ચર્ચગેટ પરિસરમાં રહેતા નાગરિકોને વહેલીતકે પાર્કિંગ સમસ્યામાંથી છુટકારો મળવાનો છે. આ માટેની યોજના તૈયાર થઈ ચૂકી છે. જે હેઠળ મંત્રાલયની નીચે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બાંધવાનો નિર્ણય
લેવાયો છે.
યોજના પ્રમાણે ચર્ચગેટમાં આ સૌથી મોટા ભૂગર્ભ પાર્કિંગમાં લગભગ 700 વાહનો પાર્ક કરી શકાશે. આ પાર્કિંગ બાંધવાનું કામ મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)ને સોંપવામાં આવ્યું છે. પ્રધાનો, અધિકારીઓ, સહિત રોજ સેંકડો લોકો વાહન લઈને ચર્ચગેટ પરિસરમાં આવે છે, પરંતુ અહીં પાર્કિંગની પૂરતી જગ્યા ન હોવાથી લોકો અહીંતહીં ક્યાં પણ છેક ચર્ચગેટ આસપાસ તેમની કાર પાર્ક કરે છે. આથી સ્થાનિક લોકોને પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે, આ યોજના પૂર્ણ થતાં એમાંથી છુટકારો મળશે.
મેટ્રો-3ના વિધાન ભવન સ્ટેશનને સબવે મારફત મંત્રાલય, વિધાન ભવનથી જોડવાની યોજના પણ બનાવાઈ છે. મેટ્રોમાંથી ઊતરીને લોકો સબવેમાંથી સીધા મંત્રાલય અને વિધાન ભવનમાં જઈ શકશે. સબવેને વિધાન ભવન, મંત્રાલય અને ઍડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ સાથે જોડવામાં આવશે.

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer