મૂડીઝે ઘટાડયું ભારતનું રેટિંગ સ્થિર માંથી નકારાત્મક કર્યું

નવી દિલ્હી, તા. 8 : પ્રખ્યાત રેટિંગ એજન્સી `મૂડીઝ' દ્વારા ભારતના ક્રેડિટ રેટિંગને `સ્ટેબલ' એટલે કે `િસ્થર'માંથી ઘટાડીને `નેગેટિવ' એટલે કે `નકારાત્મક' ના દરજ્જામાં મૂકી દીધું છે.
જો કે, ભારતની સરકારે મૂડીઝનાં આ રેટિંગનો પ્રતિસાદ આપતાં  દેશની અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત છે, તેવો દાવો કર્યો છે. મૂડીઝનું માનવું છે કે, આવનારા દિવસોમાં ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસદરની ગતિ પહેલાંની સરખામણીમાં ધીમી રહી શકે છે.
દેશની સરકારના પ્રયાસો ઓછા પ્રભાવી એટલે કે અસરકારક હોવાના કારણે અર્થવ્યવસ્થાની ગતિ મંદ રહેશે, તેવું એજન્સી નોંધે છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એવો દાવો કર્યો છે કે, ભલે એજન્સીએ ભારતનું રેટિંગ ઘટાડયું હોય, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા સૌથી તેજ ગતિ સાથે આગળ વધતાં અર્થતંત્રમાં સામેલ છે.
વર્લ્ડ ઈકોનોમિક આઉટ લૂકમાં આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઈએમએફ)એ જણાવ્યું હતું કે 2019માં નાણાં વર્ષમાં ભારતનો વિકાસદર 6.1 ટકા રહેશે. 2020માં વધીને 7 ટકા વધી જશે.
અર્થવ્યવસ્થાના પાયા મજબૂત રહેશે અને ફુગાવો નિયંત્રણમાં રહેશે. રોકાણ આકર્ષિત થાય, તેવા પ્રયાસો સતત જારી છે તેવું ભારતની સરકારે જણાવ્યું હતું.

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer